જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં બે દિવસ અગાઉ પાણીના ટાકાના કર્મચારીઓ પાણી ભરવા માટે વાલ ચાલુ રાખી ચાલ્યા ગયા હતા, જેના લીધે ટાંકામાંથી પાણી બહાર નીકળી નીચે પડતા એક દિવાલ ધરાશાય થઈ હતી, એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તેવા આક્ષેપો મનપા પૂર્વ વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવ્યા છે, લોકોને વળતર ચૂકવવા માંગ કરવામાં આવી