જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનીટરીંગ તથા પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે દરેક નાગરિકનો સહકાર મળી રહે તે જરૂરી છે. આરોગ્ય વિભાગ દ્વારા ફરીથી નાગરિકો, નગરપાલિકા તેમજ તમામ સરકારી કચેરીઓને સંયુક્ત પ્રયત્નો દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા માટે સક્રિય બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.