છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષથાને આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએ ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં જિલ્લામાં નિમણૂક કરેલ અધિકારીશ્રીઓ- કર્મચારીઓને અભિયાનથી અવગત કરાવવા તથા તેમણે કરવાની થતી કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. વર્કશોપમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ઉપસ્થિત સૌએ સપથ લીધા હતા.