મહેલાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતી અંગે મહેલાવ પોલીસ સ્ટેશનમાં તારીખ 28 8 2025 ના રોજ જાણવાજોગ અરજી કરવામાં આવી હતી જે ગુમ થયેલી યુવતી આજે વિદ્યાનગરના જનતા ચોકડી પાસે ઊભી છે તેવી માહિતી આણંદની પેરોલ ફરલો પોલીસને મળી હતી માહિતીના આધારે તપાસ કરતા ગુમ થયેલ પીનલબેન પઢીયાર વિદ્યાનગર ની જનતા ચોકડી પાસેથી મળી આવતા સ્ટાફ ના માણસો દ્વારા આણંદના પેરોલ ફરલો પોલીસ સ્ટેશનને લાવી પૂછપરછ કરી આ યુવતીને મહેલાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી