આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન જામનગર ડિવિઝનની એસ.ટી. દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા વધારાના બસ રૂટ્સ તથા વધારાની બસો મુકવામાં આવી હતી. તેનો સીધો લાભ આવકમાં જોવા મળ્યો હતો. તહેવારોના પાંચ દિવસ દરમિયાન જામનગર ડિવિઝનમાંથી કુલ રૂ. 2,01,18,853 ની આવક નોંધાઈ છે.