અમદાવાદ ખાતે બનેલી દર્દનાક પ્લેન ક્રેશ ઘટના હાલોલ માટે પણ ગોઝારી સાબિત થઈ છે. જેમાં હાલોલ શહેરના બસ સ્ટેન્ડની સામે યુવરાજ હોટલની સામેની ગલીમાં આવેલી વૈશાલી સોસાયટીની મૂળ રહેવાસી અને છેલ્લા 15 વર્ષથી નડિયાદમાં રહી છેલ્લા 10 વર્ષથી લંડન પરણીને સ્થિર થયેલી રૂપલ પિનલ પટેલનું પણ પ્લેન ક્રેશમાં મોત થયું છે. જેને લઈને હાલોલ ની વૈશાલી સોસાયટીમાં પીનલના બંધ મકાન ખાતે આજે સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. અને પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.