હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવવાનો ખેલ માંડ શાંત થયો હતો ત્યાં ફરી આવો એક બનાવ સામે આવ્યો છે. સુખપરના 62 વર્ષીય વૃદ્ધને ત્રણ મહિલા સહિત પાંચે હનીટ્રેપમાં ફસાવ્યાની ભુજમાં ફરિયાદ નોંધાવી છે. એક મહિલા અને બે અન્યએ ખોટી પોલીસની ઓળખ આપી દંડા વડે માર મારી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ત્રણ લાખ માગ્યા હતા. 60 હજાર બળજબરીથી કઢાવી લીધા હતા.