સાવલી: રાજ્યભરમાં આવતી કાલે ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાનારી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કુલ 80 ગ્રામપંચાયતો પૈકી 51માં સરપંચ હાલ કાર્યરત છે, જયારે બાકી 29 ગ્રામપંચાયતો માટે ચૂંટણી યોજવામાં આવશે. જેમાંથી ત્રણ ગ્રામપંચાયતો બિનહરીફ જાહેર થયાં છે, જ્યારે 26 ગ્રામપંચાયતો માટે આવતીકાલે મતદાન થવાનું છે.