જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફને સંયુક્તમાં બાતમી હકીકત મળેલ કે જુનાગઢ જોશીપરામાં રહેતા મુકેશ ગોવિંદભાઈ પટેલ કે જેની દ્વારકાધીશ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલ પોતાની મારુતિ સ્ટીલ ફેબ્રિકેશન નામની દુકાનમાં બહારથી માણસોને બોલાવી ગંજી પત્તાના પાના વડે રૂપિયાની હાર જીત કરી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચએ રેડ કરતા જુગાર રમતા 6 ઇસમોને ₹2.31 લાખથી વધુના કુલ મુદ્દામાલ સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા છે.