પોરબંદર મહાનગરપાલિકા જાહેરાત બાદ વેરામાં વધારો કરવામાં આવ્યો હતો.જે અંગે શહેરભરમાં વિરોધ જોવા મળી રહ્યો હતો ત્યારે આ બાબતે ભાજપના આગેવાનો દ્વારા પણ રજુઆત કરવામાં આવી હતી.જે રજુઆત બાદ વેરા ઘટાડાની પણ ધારાસભ્ય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અમલવારી કરવામાં આવી ન હતી.જે બાદ આજે આ વેરા ઘટાડાની અમલવારી શરૂ થઈ છે.જે અંગે ધારાસભ્ય દ્વારા પીસી યોજાઈ હતી.