લીલીયાના ગુંદરણ તાલુકા પંચાયત સભ્યપ્રતિનિધિ અલ્પેશભાઈ સોલંકીએ આજે ૨ કલાક એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે. સ્થાનિક કોંગ્રેસના આગેવાનોને અવાજ ઉઠાવવા કહ્યું હતું અને અવાજ નહીં ઉઠાવતા તેઓએ કોંગ્રેસના આગેવાનોની ટીકા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.આ વિડીયોથી તેમને નુકસાન થશે તે ભીતીથી કોંગ્રેસના નેતા દ્વારા તેમનો અવાજ દબાવવા માટે પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા ત્યારે અલ્પેશભાઈ એ કહ્યુ હતુ કે મારો અવાજ દબાવવા પ્રયાસ ન કરો.