ભાવનગરની સ્ટાર યુનિયન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં મુબારકભાઈ પીરભાઈ સમા નામના શખ્સે તેની પત્ની સાહિનબેન સાથે મળી પોતાના પિતા જીવતા હોવા છતાં મરણ પામ્યાનું બતાવી ખોટા દસ્તાવેજો સાથે રૂ. 24 લાખનો લાઇફ વીમા ક્લેઈમ કરવાનો પ્રયાસ કર્યો હતો. કંપનીની ઈન્વેસ્ટીગેશન દરમિયાન જાણવા મળ્યું કે વિમાધારક હયાત છે અને તાજેતરમાં જ હોસ્પિટલમાં સારવાર લીધી, આ કેસમાં મુબારક સમાંની સાથે વિશાલ પરમાર અને ઝાકીર હુસેન કુરેશીના નામો ખુલતા તેમની ધરપકડ કરી છે.