કડાણા ડેમમાંથી છોડવામાં આવેલું પાણી અને ભારે વરસાદને પગલે મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. બીજી તરફ મહીસાગર નદી ખંભાતના અખાતમાં મળે છે.મહીસાગર નદીનું દરિયા સાથે મિલાપ થતા ધુવારણ દરિયામાં પાણીની આવક વધી ગઇ હતી. અને પાંચ પાંડવ મહાદેવનું મંદિર પણ ડૂબી ગયું હતું.ગણેશ વિસર્જન માટે પણ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરિયા કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.એકાએક ધુવારણ દરિયામાં પાણીની આવક વધતા દરિયા કાંઠે દર્શકોની ભીડ ઉમટી હતી.