સાવરકુંડલા શહેરમા નગરપાલિકા વિરુદ્ધ સામાજિક કાર્યકર જગદીશ ઠાકોરે બપોરે ૩ કલાકે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે, નગરપાલિકાના સેનેટરી વિભાગને ગટરના પ્રશ્નો અંગે બે મહિના પહેલાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોના કહેવા મુજબ સત્તાધીશો કુંભકર્ણ નિંદ્રામાં હોવાને કારણે ગટરના પ્રશ્નો દિવસે દિવસે ગંભીર બની રહ્યા છે. આ મુદ્દે નગરપાલિકાના જવાબદાર તંત્ર સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે.