મોરંબા ગામના લો લેવલ પુલ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો.તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે કોતરો માં પણ પાણીની ભરપૂર આવક થતા રવિવારના રોજ 12.30 કલાકની આસપાસ મોરંબા ગામે આવેલ લો લેવલ પુલ પર પાણી ફરી વળતા તંત્ર પણ કામે લાગ્યું હતું.જોકે માર્ગ બંધ કરવામાં આવતા કામગીરી કરવામાં સરળતા રહી હતી.