અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન જળકુંડ અને નવી દિવી ખાતે બે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. દર વર્ષે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન પાંચ અને સાત તેમજ 10માં દિવસે શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવે છે.જેના ભાગરૂપે જળકુંડ અને નવી દિવી ખાતે ગણેશ વિસર્જન માટે બે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે.જેમાં 5 ફૂટ અને તેનાથી ઊંચી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.