વિજાપુર હિંમતનગર મેહસાણા હાઇવે રોડ ઉપર આજરોજ મંગળવારે સાંજે પાંચ કલાકે બે કાર અથડાતા બીજી કારે હાઇવે આવેલ બેંક આગળ ઊભેલી રીક્ષા ને ઠોકાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત મા ત્રણ વ્યક્તિ ઓને ઈજાઓ થઈ હોવાથી સ્થાનીક દવાખાને લાવવા માં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ હિંમતનગર રિફર કરાયા હતા. રીક્ષા ને ઘણું નુકશાન થયું હતું. જોકે અકસ્માત ની પોલીસ ને જાણ કરવા માં આવતા પોલીસે કાર્યવાહી ની તજવીજ હાથ ધરી છે.