જામનગર નજીકના ડીસીસી જેટીથી આશરે ચાર નોટિકલ માઈલ દરિયામાં આશરે 45 વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેદરિયામાં માછીમારી કરતા સુલેમાન અબ્બાસભાઈ ગંઢાર નામના માછીમાર યુવાને પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટેશનના પીઆઇ વી.બી.ચૌધરી અને તેઓની ટીમે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, તપાસ હાથ ધરી છે.