વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત વાલીયા તાલુકાના વિવિધ ગામમાં ખેડૂતમિત્રો માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ કૃષિ યુનિવર્સિટી ચાસવડના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિકના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.જેમાં તાલીમમાં કે.વી.કેના વૈજ્ઞાનિકોએ આત્મા પ્રોજેક્ટ, તેમજ ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.