જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહીને ખેતી કામ કરતા 21 વર્ષેના ખેડૂત યુવકને પોતાની વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રિક લેમ્પ બદલવા જતી વેળાએ વીજ આંચકો લાગ્યો હતો. ત્યારબાદ તેને બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલ ખાતે લઈ જવાતા ફરજ પરના તબીબો એ તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું.