કડી તાલુકાની વધુ એક પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી હતી.થોડા દિવસ પહેલાં પણ કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારની મેડાઆદરજ ગામની હાઈસ્કૂલ મા ચોરી ની ઘટનાં બની હતી.ત્યારે ગઈ તારીખ 26 ઓગસ્ટ ની રાત્રે કડી તાલુકાના કલ્યાણપુરા ગામે આવેલ કલ્યાણ વિદ્યાલય હાઈસ્કૂલના પાંચ રૂમના તા તોડી તસ્કરો અંદરથી રોકડ રકમ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.સમગ્ર ઘટનાની જાણ શાળાના પટાવાળા અને શિક્ષક સ્ટાફ શાળાએ આવ્યા ત્યારે થઈ હતી.તેમને બાવલું પોલીસને જાણ કરી હતી.