જોટાણા તાલુકાના સુરજ ગામે ગઈ તારીખ 16 જુલાઈની રાત્રે અગમ્ય કારણોસર ONGC ની લાઈન લીકેજ થતાં ગંદુ ઓઈલ ગામ તળાવના પાણીમાં ભળતા ગામ તળાવનું પાણી દૂષિત થયું હતું.જેથી ગામ લોકોમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો.ગામના દયાલજી ઠાકોર એ જણાવ્યું હતું કે ONGC ને જાણ કરી હોવા છતાં અધિકારીઓએ કોઈ જ કાર્યવાહી કરી નહોતી.પાણી દૂષિત થતા પશુ,પક્ષીઓ અને ગામ લોકોનાં આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.જો નિરાકરણ નહિ લાવવામાં આવે તો આજુબાજુ આવેલ તમામ વેલ પર બેરિકેટિંગ કરીશું. .