રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એ.જી. ચોક નજીક મોટી દુર્ઘટના થતા અટકી છે. મોડી રાત્રે અહીં આવેલી IDBI બેંકમાં અચાનક આગ લાગી હતી. આગ ઉપરના માળે લાગી હોવાથી ફાયર બ્રિગેડની ટીમને તેને કાબુમાં લેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. જોકે, સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી બેંકમાં કોઈ હાજર ન હતું, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.