ભાવનગરમાં આંગણવાડીની ભરતીને લઇને મામલતદાર કચેરી ખાતે ડોક્યુમેન્ટ પ્રક્રિયા માટે આવેલા ઉમેદવાર બહેનો અસુવિધા અને અનિયમિત કામગીરીને લઇ પરેશાન થતા રોષ ફેલાયો, કોંગ્રેસના આગેવાનો સીટી મામલતદાર કચેરી ખાતે પહોંચી કામગીરી સરળ અને ઝડપથી થાય તે અંગે રજુઆત કરી હતી.