નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી તથા પ્રાંત અધિકારી સંદીપ જાદવ દ્વારા પોરબંદર શહેર સ્થિત શ્રી સરદાર પટેલ રમતગમત સંકુલની મુલાકાત લેવામાં આવી હતી.અધિકારીઓએ સંકુલમાં વિકસાવવામાં આવેલી આધુનિક સ્પોર્ટ્સ સુવિધાઓનું વિગતવાર નિરીક્ષણ કરી ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી.