યુનિવર્સિટી રોડ નજીક આવેલ જશોદા ડેરીની મીઠાઈમાંથી ગઈકાલે જીવાત મળી આવવાના મામલે આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ ડેરીના માલિક કલ્પેશભાઈ ડોબરીયાએ જણાવ્યું હતું કે, મીઠાઈમાં ક્યારેય જીવતી જીવાત ન હોઈ શકે. સામાન્ય રીતે મીઠાઈ બગડી જાય તો ફૂગ વળી જાય છે. તેઓ છેલ્લા 20 થી 25 વર્ષથી આ વ્યવસાયમાં છે પરંતુ ક્યારેય આવો બનાવ બન્યો નથી. જોકે તેઓએ પોતાની બેદરકારી સ્વીકારીને હજુ વધુ સાવચેતી રાખવાની ખાતરી પણ આપી હતી.