શહેરના ગાયત્રી મંદિર પાછળ ના ભાગે આવેલ વાડી વિસ્તારમાં એક મહાકાય અજગર દેખા દેતા સ્થાનિકો માં ભય જોવા મળતો હતો આથી આ અંગે સ્થાનિકો દ્વારા રેસ્ક્યુઅરને જાણ કરતા હિરેન બામણીયા અને નાગાજણ મોઢવાડિયા તુરંત રેસ્ક્યુ માટે સ્થળ પર દોડી ગયા હતા અને જહેમત બાદ અજગર નું રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી અજગર સાતેક ફૂટ લંબાઈ અને 18 કિલો વજન ધરાવતો હોવાનું સામે આવ્યું હતું