રાજકોટ શહેર પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના સંદેશા સાથે આજે(24 ઓગસ્ટ) સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આશ્ચર્યની વાત એ હતી કે હેલ્મેટ ફરજિયાતનો સંદેશો આપતી આ સાયકલ રેલીમાં ખુદ પોલીસ અધિકારીઓ અને જવાનોએ હેલ્મેટ પહેર્યા વિના સાયકલ ચલાવી હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આમંત્રણ કાર્ડમાં સ્પષ્ટ લખાયું હતું કે, સાયકલ ઓન સન્ડેમાં તમામ નાગરિકોને આમંત્રણ છે પરંતુ તેમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.