શહેરા તાલુકાના ખરોલી ગામ પાસે આવેલી મહીસાગર નદી પર બાંધવામાં આવેલો વણાંકબોરી વિયર ડેમ ઓવરફ્લો થતાં ડેમ પર થઈને પાણી નદીમાં વહેતું થયું હતું,જેને લઈને વણાંકબોરી વિયર ડેમ પર આહલાદક દ્રશ્યો સર્જાયા હતા,જે નજારો નિહાળવા માટે આસપાસના ગામના લોકો સહિતના સહેલાણીયો ઉમટ્યા હતા.