રહેણાંક ફ્લેટમાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ. નડિયાદ પશ્ચિમ પોલીસે આઈજી માર્ગ પર ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો, સાત આરોપીઓ પકડાયા, રૂ. 11.87 લાખનો મુદ્દામાલ જપ્ત.નડિયાદ પશ્ચિમ પોલીસે આઈજી માર્ગ પર આવેલા પ્રમુખ પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 18માં ચાલતા એક હાઈ-પ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન સાત જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.