ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે કચ્છના ભુજમાં દેવનાથ બાપુ છેલ્લા નવ દિવસથી અન્ન અને જળનો ત્યાગ કરીને અનશન કરી રહ્યા હતા ત્યારે દેવનાથ બાપુની ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને સરકારે સ્વીકારી લીધી છે ગઈકાલે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કચ્છના 5 સંતોને બોલાવીને તેમની સાથે બેઠક કરી હતી મુખ્યમંત્રીએ સંતોની માંગણીને સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી છે