અમદાવાદ શહેર પોલીસે જગન્નાથ રથયાત્રાના અવસરે શનિવારે સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી રક્તદાન શિબિરનું આયોજન કર્યું. જમાલપુરમાં જગન્નાથ મંદિર ખાતે યોજાયેલા શિબિરમાં ડીજીપી વિકાસ સહાય, પોલીસ કમિશ્નર જી.એસ.મલિક, જગન્નાથ મંદિરના મહંત, ટ્રસ્ટી સહિત ભાજપ નેતા ભૂષણ ભટ્ટ અને કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ હાજર રહ્યા. સામાજિક એકતા અને સદભાવના માટે રક્તદાન શિબીરનું આયોજન કરાયું. શિબિરમાં 500 થી વધુ યુનિટસ બ્લડ એકત્રિત કરવામાં આવ્યુ.