નડિયાદના કતલખાના સ્વયંભૂ બંધ રહ્યા. કતલખાના સ્વયંભૂ બંધ રાખી સદ્ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું.પર્વના આ પાવન અવસરે, અહિંસાના સિદ્ધાંતને વધુ મજબૂત કરવાના હેતુથી નડિયાદના કતલખાના સ્વયંભૂ બંધ રહ્યા હતા. સામાન્ય રીતે ધાર્મિક પ્રસંગોએ કતલખાના બંધ રાખવાની સરકારી અથવા સંગઠનોની વિનંતીઓ થતી હોય છે, પરંતુ આ વખતે કતલખાના સંચાલકોએ સ્વૈચ્છિક રીતે બંધ પાળીને સમાજમાં સદ્ભાવના અને પરસ્પર સન્માનની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.