હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ રોબર્ટ કંપનીની બાજુમાં પાર્ક કરેલ બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા.મૂળ દાહોદ અને હાલ હાંસોટ તાલુકાના ખરચ ગામની રોબર્ટ કંપનીની બાજુમાં રહેતા ગુલ્લુ હુમલા ડામોરએ પોતાની બાઈક નંબર-જી.જે.20.એ.એસ.6072 પોતાના ઘરની બહાર પાર્ક કરી હતી.તે દરમિયાન વાહન ચોરો 45 હજારની કિમંતની બાઇકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.