SMC નો સપાટો વડોદરામાં કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં SMC દ્વારા 51 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 4 આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા,વડોદરા શહેરના કપૂરાઈ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટા પાયે દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, આશરે 51,93,312ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો,શહેરના કપૂરાઈ ક્રોસ રોડ પાસે આવેલી વેસ્ટેરિયા હાઇટ્સ બિલ્ડિંગ નજીક SMC દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.