ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે થામથી મનુબર ગામ જવાના કેનાલ વાળા માર્ગ ઉપર રેલવે ટ્રેકની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયાં હતા.પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 13 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ભરૂચના લીમડીચોક ગામડિયાવાડ ખાતે રહેતો જુગારી એઝાઝ મુસ્તાક વલી પટેલ અને નિલેશ મકવાણાને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય ત્રણ જુગારિયાઓ ફરાર થઇ ગયા હતા.