અંકલેશ્વર નોટિફાઇડ ઓથોરિટીની ઓફિસ ખાતે અંકલેશ્વર નોટિફાઇડ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બપોરના અરસામાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર સ્વર્ગીય એહમદ પટેલએ કરેલ સેવા કર્યો અને અંકલેશ્વરના વિકાસ તેમજ પ્રગતિમાં તેઓના યોગદાન નવી પેઢીઓ પણ યાદ રાખે તે માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નોટિફાઇડ રહેણાંક વિસ્તારમાં યોગ્ય સ્થળે પ્રતિમા સ્થાપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.