નોર્થ ઝોન ખોડલધામમાં ચાલી રહેલ નવરાત્રિ ઉત્સવ દરમિયાન આમંત્રિત મહેમાનોમાં કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ હાજરી આપવા પહોંચ્યા હતા, ત્યારે આશરે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ તેઓ ગાયક કલાકારના સ્ટેજ પાસે જઈ રહ્યા હતા તે દરમિયાન વચ્ચે રહેલો ગેપ તેમના ધ્યાન બહાર રહેતા તેઓ નીચે પડી ગયા હતા. તેમને પડતા જોઇ આસપાસ રહેલા કાર્યકરો ત્યાં દોડી આવ્યા હતા અને તેમને ટેકો આપી ઊભા કર્યા હતા.