બાળકોને શોધી કાઢવા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્ક્વોડ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી બંને બાળકો શોધી કાઢવા વર્ક આઉટ શરૂ કરવામાં આવેલ હતું. જેમાં બાળકો પોતાના ઘરેથી ચાલ્યા ગયેલ હોય જે રૂટના તમામ સી.સી.ટી.વી ફુટેજ તથા હ્યુમન ઈન્ટેલીજનસની મદદ થી જાણવા મળેલ કે સદર બંને બાળકો પોતાના ઘરેથી નિકળી જઈ સુરત રેલવે સ્ટેશનેથી રાજસ્થાન જતી ટ્રેનમાં બેસી ગયેલ છે. અને વડોદરા રેલવે સ્ટેશન બાળ સુરક્ષા ગૃહ ખાતેથી લાવી પરિવારને સોંપ્યા.