વેરાવળમા સીઝનના વરસાદનું આગમન થતાં શહેરના જુદા જુદા વિસ્તારમાં પાલિકાના પ્રમુખ પ્રતિનિધિ જયદેવભાઈ જાની, સેનિટેશન ચેરમેન રાજુભાઈ ગઢિયા પોતાની ટીમ સાથે પાટણ સોમનાથ વિસ્તારમાં પાણી ના નિકાલમાટે પ્રિમોનસન ની કામગીરી બાદની વ્યસ્થા બરાબર છે કે કેમ તપાસી પાણી ના નિકાલ માટે ગટર તેમજ સ્ટ્રોમવોટર ના ઢાંકણા ખોલવા સ્થળપર પોતે હાજર રહી નિરીક્ષણ કરેલ. શહેરમાં પણ બાંધકામ ચેરમેન દીક્ષિતાબેન અઢિયા તથા ટીમ દ્રારા પણ કામગીરી હાથ ધરાઇ.