ઉત્તરસંડામાં આવેલા વેરા તળાવના કિનારે ક્રિકેટ રમવા ગયેલા બે ભાઈઓ બોલ પાણીમાં પડતા લેવા ગયા હતા અને તળાવના પાણીમાં ડૂબી ગયા હતા. મોડી સાંજ સુધી ક્રિકેટ રમવા ગયેલા છ વર્ષ અને નવ વર્ષના બંને પુત્રો પરત નહીં આવતા પિતા તપાસ કરવા ગયા ત્યારે તળાવના કિનારી બાળકોના ચંપલ અને બેટ મળી આવતા તળાવમાં ડૂબ્યા હોવાની શક્યતા ને લઈને ફાયર બ્રિગેડની જાણ કરતા ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને મોડી રાત્રે બંને બાળકોના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા.