વરતેજ પોલીસે આખલોલ જકાતનાકા વિસ્તાર માંથી જુગાર ઝડપી લીધો.વરતેજ પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમી આધારે ઇન્દિરાનગર, આખલોલ જકાતનાકા ખાતે હરેશભાઇ ભુપતભાઇ બારૈયાના ઘરની પાસે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા કુલ ૮ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. તેમની પાસેથી રૂ.૨૧,૩૫૦/-ની રોકડ રકમ મુદ્દામાલ તરીકે કબજે કરી તમામ સામે જુગાર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.