ભેસાણના ભાટગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે.માલધારી ના ઘેટા બકરા ઉપર દીપડાએ હુમલો કરી ફાડી ખાધાની ઘટના બની છે.ભાટગામમાં રાત્રે ઘરમાં ઘૂસીને 55 વર્ષના આઘેડ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.નાગજીભાઈ સાનિયા ભરવાડ ઉપર દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા છે.ઇજાગ્રસ્ત આઘેડ નાગજીભાઈ ભરવાડને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.