જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે અંદાજિત 4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે. વંથલી-જુનાગઢ રોડ પર દિલાવરનગર વિસ્તાર નજીક હોસ્પિટલનું નવનિર્માણ થયું છે. તાલુકાના ગામોના લોકોની સારી અને સગવડભરી સુવિધા મળી રહે જેને લઇ આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અંતિમ એન.ઓ.સી મળતા જ હોસ્પિટલ શરૂ થાય તે પહેલા જ વિવાદનો વંટોળ શરૂ થયો છે.