આ પત્રમાં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં સિકલ સેલ અને રોગનું પ્રમાણ વિશેષ છે આ વિસ્તારમાં અનુસુચિત જનજાતિના લોકોનું પ્રમાણ પણ વધારે છે જેમની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે આવા દર્દીઓની જરૂરી સહાય અર્થે બીજી હોસ્પિટલમાં જવા માટે મુખ્યત્વે સરકારી સહાય ઉપર નિર્ભર રહે છે જે છેલ્લા પાંચ થી છ મહિનાથી સમયસર મળી રહી નથી જેના કારણે આવા રોગો સામે યોગ્ય સમયે જે યોગ્ય સારવાર મળી રહેવી જોઈએ એ બાબતે આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતાબેન વસાવા એ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો