રાજ્યના નાગરિકોને સારી દવાઓ મળી રહે તે દિશામાં આરોગ્ય વિભાગ કામ કરે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી કોશ્યાએ જણાવ્યું હતું કે દર વર્ષે 10થી12 હજાર જેટલી દવાઓના નમૂના લેવામાં આવે છે. આ વર્ષે 10 થી 12 હજાર નમુનામાંથી 3 થી4 હજાર નમૂનાઓ ફેલ ગયા હોવાનું ભારત સરકારના રિપોર્ટમાં સામે આવ્યું છે. પરંતુ જે દવાની કંપનીના નમૂના ફેલ ગયા છે તે કંપની ઉપર આરોગ્ય વિભાગ તરફથી કડક દડનીય કાર્યવાહી કરવામાં આવશે. શક્ય હશે તો લાયસન્સ પણ રદ્દ થવાની શક્યતાઓ રહશે.