જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં હાલ ભારે પાડી આવક થઈ રહી છે કડાણા ડેમમાં 102155 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેને લઈ અને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી મહીસાગર નદીમાં 1,27,155 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જેને લઇ મહિસાગર નદીકાંઠાના ગામના લોકોને નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે મહીસાગર જિલ્લાના 106 અને પંચમહાલ જિલ્લાના 18 ગામના લોકોને અલર્ટ કરવામાં આવ્યા.