ભાદરવી પૂનમ માટે ભક્તો મોટી સંખ્યામાં અંબાજી જઈ રહ્યા છે. જે અંતર્ગત માણસા યોગ સમિતિના સભ્યો દ્વારા એક અલગ જાગૃતિનો પ્રયાસ કરાયો હતો. સોમવારે બપોરે 1 વાગ્યે યોગ સમિતિના માણસો હાથમાં બેનર સાથે સ્વચ્છતા, પર્યાવરણ બચાવો, ગંદકી અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું હતું. પદયાત્રીઓને અલગ અલગ સંદેશ આપવામાં આવ્યા હતા. જેમાં યોગ ભગાવે રોગ, સ્વચ્છ ગુજરાતનો સંદેશ અપાયો હતો.