લીલીયા ના ધારાસભ્ય કસવાળાનાના મતવિસ્તાર વીજપડી ગામના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ₹4.70 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દોલતી–ભમ્મર–વીજપડી રોડ પર માઇનોર બ્રિજ, એપ્રોચ રોડ અને પ્રોટેક્શન વોલનું નિર્માણ થશે. કનેક્ટિવિટી મજબૂત થતા ગ્રામ્ય નાગરિકોને મોટી રાહત મળશે.