વિજાપુર બાબા સાહેબ આંબેડકર ચોક અભૂજી નગર જવાના માર્ગ મા તેમજ તાલુકા પંચાયત નજીક બનાવેલા રોડ ઉપર પાણી લિકેજીંક કે નવીન પાઇપ લાઇન નાખવા તેમજ અન્ય કામ માટે રોડ તોડી નાખવા માં આવે છે. પરંતુ સત્વરે તેનું રીપેરીંગ કરવા માં નહિ આવતા ખાડા પડી જાય છે. આવા ખાડા પૂરવા અને તેનું સમાર કામ કરવા આજરોજ ગુરુવારે સાંજના પાંચ કલાકે જાગૃત નાગરિકો દ્વારા માંગ ઊભી થવા પામી છે.